બાવળા: કલિકુંડ વિસ્તારમાં ઉભરાતી ગટરોનો પ્રશ્ન હલ કરવા ધોળકા નગરપાલિકા દ્વારા રાત - દિવસ ચાલતી કામગીરી
ધોળકા ખાતે કલિકુંડ વિસ્તારમાં ગટરો ઉભરાવાની સમસ્યા હલ કરવા સ્થાનિક લોકો દ્વારા મફલીપુર ઝોનલ ઓફિસર અશોકભાઈ પંજાબીને રજૂઆત કરતા તેમણે નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. આથી તેમની સૂચનાથી તા. 04/10/2025, શનિવારે રાત્રે 10 વાગ્યાથી સ્નેહા કોમ્પ્લેક્સ પાસે રાત - દિવસ યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી.