ધ્રાંગધ્રા: સોલડી ગામે પિતા પુત્ર પર એક શખ્સનો હુમલો: જાતિ પ્રત્યે અપમાનિત કર્યાનો ગુન્હો નોંધાયો.
ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે રહેતા પરિવારના પિતા પુત્ર પર એક શખ્સ દ્વાર હુમલો કર્યો હતો જેમાં પોતાના ઘર પાસે વાવેતર કરેલ છોડને બગાડતા ગાયને હાંકવા જતા પિતાને શખ્સ દ્વારા અપશબ્દો તથા જાતિ વિરુધ શબ્દો બોલી ધમકી આપી હોવાથી પુત્ર દ્વારા શખ્સને સમજાવતા પિતા અને પુત્ર પર લાકડી વડે હુમલો કરી નાશી ગયો હતો જે અંગે હુમલાખોર વિરુધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુન્હો નોંધાવ્યો છે.