નવસારી: હિન્દૂ સંગઠનો દ્વારા વિધર્મી મુક્ત નવરાત્રીના નારા સાથે કલેકટરને આપ્યું આવેદન
નવસારી કલેકટર કચેરી ખાતે સોમવારે વિધર્મી મુક્ત નવરાત્રી થાય તે વાતને લઈને કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. નવરાત્રી દરમિયાન કોઈપણ વિધર્મીને નવરાત્રી પંડાલમાં ન પ્રવેશવા દેવામાં આવે તેવી વાત સાથે આવેદન આપ્યું હતું અને રજૂઆત ઉપર કક્ષાએ કરવામાં આવે તેવી માંગ કરી હતી.