વિસાવદર: વિસાવદર શહેરના રસ્તાઓથી વાહન ચાલકો થયા ત્રાહિમામ
વિસાવદર શહેરમાં ખાડા રાજથી લોકો હેરાન પરેશ અત્યારે કમોસમી વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યાઓ યથાવત હોય છે ત્યારે વિસાવદર એસટી બસ સ્ટેન્ડ થી સરદાર ચોક સુધી રસ્તાની હાલત અતિગંભીર જોવા મળી રહી છે અને બસ સ્ટેન્ડ થી સરદાર ચોક સુધી રસ્તામાં મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે જેથી વાહનચાલકો ખાડાઓથી ત્રાહિમામ પોકારી ઊઠયા છે અને વહેલી તકે ખાડા રીપેરીંગ કરવામાં આવે કે પછી જે સરદાર ચોકથી બસ સ્ટેન્ડ સુધી રોડ મંજૂર થયેલ છે તેનું કામ શરૂ થાય તેવી માંગ ઉઠી છે