ગતરોજ સાયબર ક્રાઇમ પોલીસે બે અલગ અલગ કેસોમાં ઓનલાઈન સાયબર ફ્રોડની રકમ મેળવી ચેક તથા એ.ટી.એમ. દ્વારા વિડ્રો કરી કમીશન મેળવનાર મ્યુલ બેંક ખાતાધારકો સામે ગુનોદાખલ કર્યો હતો જેમાપ્રથમ કેસમાં આરોપી મનજીતસીહ સુરેન્દ્રસિહ ચૌહાણની અટક કરેલ છે અને અન્ય બે આરોપીઓ સોનુ પટેલ અને મુસાભાઇ પકડવાના બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે.બીજા કેસમાં મુખ્ય આરોપી હાર્દીક રાજેશભાઇ સોલંકીની અટક છે અને સહ આરોપી વિષ્ણુ નારણભાઈ પ્રજાપતિ પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે.