વાપી: વાપીમાં કથિત પ્રેમ સંબંધને લઈ યુવકની હત્યા, યુવતી ગંભીર, આરોપીની અટકાયત
Vapi, Valsad | Sep 16, 2025 વાપીમાં ગીતાનગર પોલીસ ચોકી નજીક બસ સ્ટેન્ડ પાસે સવારે એક ગંભીર ઘટનાએ ચકચાર મચાવી છે. દિલીપ છગન નકુમ (ઉંમર અંદાજે 28 વર્ષ), મૂળ સુરત અને હાલ વાપીમાં રહેતા યુવકનું હુમલાના કારણે મોત થયું છે. યુવતી નેહા ગોંડ અને દિલીપ નકુમ સાથે આરોપી ચંદન લાલ ગુપ્તા વચ્ચે કોઈ મુદ્દે વાદવિવાદ થયો હતો. થોડા સમય બાદ ચંદને ગુસ્સામાં આવી બંને પર હુમલો કરી દીધો હતો.