ધોળકા: ધોળકા નગરપાલિકા ખાતે દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહ યોજાયો
દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે આજરોજ તા. 22/10/2025, બુધવારે સવારે 10.30 વાગે ધોળકા નગરપાલિકા ખાતે સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ નિમિત્તે ભાજપના સિનિયર આગેવાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, સંગઠન પ્રમુખ સુનિલભાઈ પટેલ, વિષ્ણુભાઈ પરમાર પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લકુમ, પૂર્વ પ્રમુખો, આગેવાનો, કાઉન્સિલરો હાજર રહ્યા હતા.