જામનગર શહેર: જામનગરમાં ભાદરવા મહિનામાં રોગચાળો બેકાબૂ બન્યો તાવ શરદી ઉધરસના કેસોમાં વધારો
શહેર અને જિલ્લામાં ઠેર-ઠેર માંદગી જોવા મળી છે, જામનગરની ગલીઓમાં આવેલા ઘરોમાં તાવ, શરદી, ઉધરસના અસંખ્ય કેસો નોંધાઇ ચૂકયા છે, આજે સવારે જી.જી.હોસ્પિટલની ઓપીડીમાં તાવના ૧૦૦ અને ખાનગી હોસ્પિટલમાં ૧૯૦થી વધુ કેસ નોંધાઇ ચૂકયા છે જયારે મળતી માહિતી મુજબ કેટલાક ગામડાઓમાં મેલેરીયાની પણ એન્ટ્રી થઇ ગઇ છે. જયાં જુઓ ત્યાં રોગચાળો નજરે પડે છે, કોર્પોરેશન દ્વારા દવાનો છંટકાવ કે ફોગીંગની કામગીરી કરવામાં આવતી નથી, શહેરમાં ગંદકીના થરો જામ્યા છે, મોટાભાગના વિસ