શ્રી ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે આવતી તા. ૧૫મી નવેમ્બરે જનજાતિય ગૌરવ વર્ષ અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અનુસંધાને, નવસારી જિલ્લામાં કુલ: ૦૨ સ્થળોએ (૧) ગાંધી મેદાન, વાંસદા અને (૨) સમરોલી ક્રિકેટ ગાઉન્ડ, સમરોલી, તા. ચીખલી ખાતે જનજાતિય ગૌરવવર્ષની ઉજવણી થનાર છે. આ કાર્યક્રમમાં વધુમાં વધુ નાગરિકોને જોડાવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવેલ છે