આગામી 31 ડિસેમ્બરને લઈ સુરત પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.નશાની હેરાફેરી કરતા તત્વોને ઝડપી પાડવા વાહન ચેકીંગ સઘન કરવામાં આવ્યું છે.જે અન્વયે ખટોદરા પોલીસે સ્થાનિક વિસ્તારમાં સઘન વાહન ચેકીંગ હાથ ધર્યું હતું.જેમાં ઓટો રિક્ષા,ફોર વ્હીલ કાર સહિતના વાહનો ચેક કરવામાં આવ્યા હતા.પોલીસ દ્વારા વાહન ચાલકો પાસે ઓળખ પુરાવા સહિતની તપાસ કરવામાં આવી હતી.જ્યાં નશાનો કારોબાર કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે.