નવસારી: નવસારી રેલ્વે સ્ટેશનમાં ભારે વરસાદથી ‘આકાશી ઝરણાં’, મુસાફરોની હાલત કફોડી
નવસારીમાં ભારે વરસાદના કારણે રેલ્વે સ્ટેશનની છતમાંથી પાણી ટપકતા આકાશી ઝરણાં જેવી સ્થિતિ સર્જાઈ છે. 10 વાગ્યે સોમવારે વીડિયો વાયરલ થયો હતો. પતરામાંથી સતત વરસતા પાણીથી પ્લેટફોર્મ પર મુસાફરોને બેસવા અને રાહ જોવામાં મુશ્કેલી પડી રહી છે. વરસાદી પાણીના ઝરણાં સ્ટેશનના અનેક ભાગોમાં જોવા મળતા મુસાફરોને છત્રીઓ સાથે પણ બચાવ કરવો મુશ્કેલ બની ગયો છે. અગાઉ પણ વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલે આવા જ પાણીના ગળતરનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યો હતો.