દાંતા: સદા મોજમાં રહેવું ગ્રુપ દ્વારા દાતાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી ડુચણીયા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને ગરમ કપડા અપાયા
સદા મોજમાં રહેવું ગ્રુપ અંબાજી દ્વારા દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી ડુંચનીયા શાળા ખાતે અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને સ્વેટર ટોપી મોજા અને કંપાસની કીટનું વિતરણ કરવામાં આવ્યું શિયાળાની શરૂઆત થતા બાળકોને ગરમ કપડા ની મદદ કરવામાં આવી શિક્ષકો વાલીઓએ ગ્રુપના માનવતા ભર્યા કાર્યાની પ્રશંસા કરી હતી સદા મોજમાં રહેવું ગ્રુપ અંબાજી વારંવાર ગ્રામ્ય વિસ્તારમાં બાળકોને શૈક્ષણિક અને આવશ્યક સામગ્રીઓ ની મદદ કરે છે