સાવરકુંડલા: મોબાઈલ ચોરીના આરોપીને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતેથી ઝડપી લેતી પોલીસ
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરી અંગે દાખલ કરાયેલા E-FIRના આધારે પોલીસ સ્ટાફે ત્વરિત તપાસ હાથ ધરી હતી. તકેદારીપૂર્વકની કામગીરી બાદ પોલીસે ગુનાને સફળતાપૂર્વક ડીટેક્ટ કરી આરોપી રાજુ બાબુભાઈ ડાભી ને ઝડપી લીધો છે. પોલીસની આ કાર્યવાહીથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સુરક્ષા વધુ મજબૂત બની છે.