વડાલી: વડગામડા ગામે અજગર નું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું.
વડાલી તાલુકાના વડગામડા ગામના ખેડૂત ઈશ્વરભાઈ આશાભાઈ પટેલ ના ખેતરમાં ગત મોડી સાંજે 7 વાગ્યા આસપાસ અજગર દેખાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આ અંગે ખેતર માલિક સહિત સ્થાનિક લોકોએ તાત્કાલિક સર્પ મિત્રનો સંપર્ક કર્યો હતો. ત્યારે સર્પ મિત્રએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ હાથ ધર્યું હતું. જેમાં ભારે જહેમત બાદ સર્પ મિત્રએ ખેતરમાંથી 8 થી 10 ફૂટ લાંબા અજગર ને પકડી પાડ્યો હતો. જેને લઈને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.