સાયલા: સાયલામાં દારૂની હેરાફેરી પકડાઈ હોટલની પાછળથી 1.40 લાખનો વિદેશી દારૂ મળ્યો, હોટલ માલિક ફરાર સાયલા પોલીસ ગુનો નોંધી તપાસ
સાયલાના વખતપર નજીક આવેલી જય માતાજી હોટલમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે હોટલના માલિક મુનાભાઈ ભુપતભાઈ શિહોરા વિદેશી દારૂનું વેચાણ કરે છે. તેવી બાતમી એલસીબી ને મળી હતી જે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે જય માતાજી હોટલ પાછળ થી 1.40 લાખ નો ઇંગ્લિશ દારૂ અને બિયર મળી આવ્યા હતા અને આરોપી ઓ ફરાર થઇ ગયા હતા જે અંગે સાયલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે