માતર: બારોટવાસમાં બંધ મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવી, સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ ચોરી ફરાર થયા
Matar, Kheda | Nov 12, 2025 માતરના બારોટ વાસ માં બંધ મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી ફરાર થયા હતા મહિલા જ્યારે પોતાની દીકરીને મુકવા સુરત ગયા હતા તે દરમિયાન તસ્કરો ઘરનો તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને તિજોરીમાં મુકેલા દાગીના તથા રોકડ રકમની ચોરી કરી ફરાર થયા હતા. બીજા દિવસે મહિલાને ચોરી થયા અંગેની જાણ થતા તપાસ કરતાં ઘરમાંથી 49,939 ની મતા ચોરી થયા અંગેની જાણ થઈ હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.