જૂનાગઢ: આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના 2 કાર્યાલયો ગેરકાયદેસર હોવાનું જણાવી મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવી કાર્યવાહી કરવા માંગ કરી
જુનાગઢ મહાનગરપાલિકા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આપ નેતા રેશમા પટેલની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જૂનાગઢમાં આવેલા ભાજપના બે કાર્યાલય વર્ષોથી ગેરકાયદેસર હોવાનું જણાવી કમિશનરને આવેદનપત્ર પાઠવી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.