માંડવી: ઘલા પાટિયા નજીક થી ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાને લઈને DYSP આર આર સરવૈયા એ આપી પ્રતિક્રિયા
Mandvi, Surat | Sep 18, 2025 એમ્બ્યુલન્સ નં. જીજે-૦૬-વાય-૦૦૯૮નો ચાલક વિદેશી દારૂનો જથ્થો ભરી વડોદરા તરફ જઈ રહ્યો છે અને હાલમાં બોધાન ગામ પસાર કર્યુ છે, આવી એલસીબી પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે ધોરણ પારડી ગામની સીમમાં ઘલા પાટીયા પાસે વોચ ગોઠવી દીધી હતી. જે દરમ્યાન બાતમી વાળી એમ્બ્યુલન્સ ત્યાંથી પસાર થતી હતી ત્યારે પોલીસે તેને અટકાવી ચાલકને સાથે રાખી એમ્બ્યુલન્સમાં અંદર તપાસ કરી હતી. જેનાં પાછળનાં ભાગે બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળ્યો.