મહુવા: વહેવલ નર્સરી આગળના વળાંક નજીક ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત.
Mahuva, Surat | Nov 2, 2025 પોલીસ સૂત્ર દ્વારા પ્રાપ્ત વિગત મુજબ મહુવા અનાવલ સ્ટેટ હાઇવે ઉપર વહેવલ સેન્ટ્રલ નર્સરી આગળ ના વળાંક માં બેફામ બેનલ ટ્રક ચાલકે પોતાના કબ્જાની હાઈવા ટ્રક નંબર DD.02.G.9478 ને બેફામ રીતે અને ગફલત ભરી રીતે હંકારી ટ્રક ના પાછળ નો પાલખાનો ભાગ સામેથી આવતી એસ.ટી.બસ નંબર GJ.18.Z.T.0075 સાથે ડ્રાઈવર સાઈડે આગળના વ્હીલ નજીક અથડાવી દેતા બસમાં સવાર બે મુસાફરો ને ઇજાઓ પહોંચી હતી તેમજ એસ.ટી.બસ ને પણ ભારે નુકસાન થયું હતું.