માંડવી તાલુકાના મેરાઉ ગામ નજીક આવેલ ડિસ્ટ્રિબ્યુટ નર્મદા માયનોર કેનાલનું લોકાર્પણ પ્રદેશ ભાજપ મહામંત્રી તથા માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે, આ માયનોર કેનાલના નિર્માણથી અંદાજે 700 જેટલા ખેડૂતોને ખેતી માટે નર્મદા નદીનું પાણી ઉપલબ્ધ થશે, જેના કારણે ખેતી વિકાસને વેગ મળશે અને ખેડૂતોની આવકમાં વધારો થશે.