આજે તારીખ 16/10/2025 ગુરુવારના રોજ સાંજે 6 કલાકે આપેલ માહિતી અનુસાર ઝાલોદ શહેરમાં દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું.દિવાળી પર્વ દરમિયાન બજારોમાં વધતી ભીડ અને નાગરિકોની સુરક્ષા માટે ઝાલોદ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું.