કાલોલ: કાલોલ નીલકંઠ કોલેજમાં બી એ સેમ ૬ ની પરીક્ષા આપતો ડમી પરીક્ષાર્થી ઝડપાયો. ડમી પરીક્ષાર્થી અને મુળ પરીક્ષાર્થી સામે ગુનો
કાલોલની નીલકંઠ કોલેજમાં આજ રોજ યુનિવર્સિટી ની બીએ સેમ ૬, બીએસડબલ્યુ ૬, બીઆરએસ ૬, એમએસડબલ્યુ ૪, ની પરીક્ષાઓ સવારે ૧૦ થી ૧૨ ના સમયગાળા દરમિયાન ચાલી રહી છે ત્યારે બીએ સેમ ૬ ના અભીજ્ઞાન સાકુંતલમ વિષય ના પેપર માં બ્લોક નંબર ૪ માં કુલ ૨૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હતા ત્યારે સ્થળ સંચાલક દેવેન્દ્રસિંહ ને બીજા નંબર ની પાટલી પર બેસેલ પરીક્ષાર્થી અને રિસિપ્ટ ના ફોટા માં શંકા જતાતેનું નામ પૂછતા રાહુલ કુમાર વિજયસિંહ ચૌહાણ કાનપુર તાલુકો ઘોઘંબા નું હોવાનું જણાવે