સુઈગામ: સૂઈગામ તાલુકા ખડોલ ગામે માનવતાનો ઉદાહરણરૂપ કાર્ય
ખડોલ ગામે ગામના આઠ સંતાનના પિતાનું તળાવમાં ડૂબી જવાથી દુઃખદ અવસાન થયું હતું. અચાનક થયેલી આ ઘટનાએ પરિવારને માનસિક તેમજ આર્થિક રીતે ઝંઝાવાતમાં ધકેલી દીધો હતો.આ વાતની જાણ થતાં થરાદ સનાતન ધર્મની મંજુબેને તાત્કાલિક ગામે પહોંચી પરિવારમાં શાંતિ અને સહાનુભૂતિનો હાથ ધર્યો હતો. તેમણે પોતાની માનવતાની ભાવના દર્શાવી કરિયાણા કીટ, સ્કૂલ માટે બાળકો ને સ્કૂલબેગ,ચોપડા,ડ્રેસ અને બાળકો કપડાં, અનાજ તેમજ જીવન જરૂરી ચીજવસ્તુઓ આપીને પરિવારમાં મદદરૂપ બન્યા છે.