ભેસાણ: ભેંસાણ નજીક આવેલ પરબધામ ખાતે રૂ.200 ના મુદ્દે બોલાચાલી યુવક ને ઇજા પહોંચી
જુનાગઢ જિલ્લાના ભેસાણ નજીક આવેલ સુપ્રસિદ્ધ પરબધામ ખાતે દર્શન કરવા આવેલ અમરેલી જિલ્લાના વડિયા ખાતે રહેતા દિપકભાઈ એ રીક્ષા ભાડે કરી હતી ત્યારે ભાડા પેટે 200 આપવાના બાકી હતા ત્યારે આ નાણાંની લેવડ દેવડ મુદ્દે બોલા ચાલી થઈ હતી ત્યારે રીક્ષા ચાલકે કડૂ મારી દેતા દિપકભાઈ ને ઇજા થઈ હતી અને સારવાર માટે ભેંસાણ લઈ જવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે જુનાગઢ લઈ જવામાં આવ્યા હતા