પાલનપુર શહેર: એરોમાં સર્કલ ઉપર બંધ રહેતી લાઈટો મામલે જાગૃત નાગરિકોએ R&B કચેરીમાં આવેદનપત્ર આપ્યું,
Palanpur City, Banas Kantha | Jul 5, 2025
પાલનપુર શહેરના એરોમાં સર્કલ ઉપર છેલ્લા ઘણા સમયથી લાઈટો બંધ રહે છે પરંતુ તેની લાઈટો બંધ રહેતા અકસ્માતો સર્જાતા હોય છે જેને લઈને શનિવારે 3:30 કલાકે શહેરના જાગૃત નાગરિકો R&B કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં લાઇટો શરૂ કરવા તેમજ બેચરપુરા નજીકના ઘરનાળુ ભરાઈ જતા વરસાદમાં બેચરપુરા માં પાણી ભરાઈ ગયા હતા . જેને લઇ અને આ ઘરનાળાની સફાઈ કરવા મામલે આવેદનપત્ર આપી અને લેખિતમાં રજૂઆત કરી હતી અને જો કોઈ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.