દેશ અને રાજ્યભરમાં 77માં પ્રજાસતાક દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી જેમાં મૂળી પંથકના દરેક ગ્રામ્ય વિસ્તારોની શાળામાં પણ ધ્વજ વંદન સાથે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો આ સાથે જુદી જુદી સ્કૂલના વિધાર્થીઓ દ્વારા પોતાની સ્કૂલમાં જ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી દેશની સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો હતો અંતે દેશના વીર શહીદ જવાનોને યાદ કરી શ્રધ્ધાંજલી પાઠવી હતી.