સાયલા: સાયલા તાલુકામાં સ્થૂળતા અને પોષણ અંગે જનજાગૃતિ ફેલાવવા સાયકલ રેલીનું આયોજન
કરવામાં આવ્યું હતું
સાયલા તાલુકામાં પોષણ માસની ઉજવણીના ભાગરૂપે, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં સ્થૂળતા (ઓબેસિટી) અને યોગ્ય પોષણના મહત્વ વિશે જનજાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુથી જાગૃતિ રેલી અને સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને આજના ઝડપી જીવનમાં વધી રહેલી સ્થૂળતાની સમસ્યા અને તેનાથી થતા સ્વાસ્થ્ય જોખમો વિશે માહિતગાર કરવાનો હતો.આ રેલીનો આરંભ મુખ્ય માર્ગો પરથી થયો, જેમાં સહભાગીઓએ 'સ્વસ્થ રહો, ખુશ રહો', 'યોગ્ય પોષણ, સ્વસ્થ જ