નવસારી: નવસારી જિલ્લામાં વિકાસ સપ્તાહની શરૂઆત, કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓએ લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
નવસારી જિલ્લામાં “વિકાસ સપ્તાહ–૨૦૨૫” અંતર્ગત આજ રોજ કલેક્ટર કચેરી, કાલીયાવાડી ખાતે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષસ્થાને “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લેવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતની ૨૪ વર્ષની અવિરત વિકાસ યાત્રાને ઉજવવા આ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના વર્ગ–૦૧ અને વર્ગ–૦૨ના અધિકારીઓ અને કર્મચારીઓએ “રાષ્ટ્ર પ્રથમ”ના મંત્રને જીવનમંત્ર બનાવવાની પ્રતિજ્ઞા લીધી.