અંબિકા તાલુકાના પુના ગામે જંગલી જાનવર નું અભયારણ્ય હોય તેમ અવાર-નવાર જંગલી જાનવરો માનવ વસાહત તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે પુના ગામે વધુ એક જંગલી જાનવરે લોકોને ભયભીત કરી દીધા છે પુના ગામને વિશાળકાય અજગરે બાનમાં લીધું હોય તેમ એક વિશાળકાય અજગર વાંસ ઉપર ચઢી જતા લોકોએ કલાકો સુધી અજગર નીચે ઉતરે તેની રાહ જોઈ હતી જોકે મોડી સાંજ સુધી અજગર નીચે ઉતરે તેની રાહ જોઈ હતી તેમજ દિવસ દરમ્યાન રેસ્ક્યુ ટીમેં પણ ઘણી રાહ જોઈ હતી છતાં રેસ્કયુ થયું ના હતું.