વડોદરા / સાવલી ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના વધતા પ્રવાહને લઈને સાવલી તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે તીખો વિરોધ નોંધાવ્યો હતો. રાજ્યભરમાં નશાબંધી કાયદાનો ભંગ ખુલ્લેઆમ થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ આગેવાનો સાવલી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને આવેદનપત્ર અર્પણ કરી દારૂ અને ડ્રગ્સના ગેરકાયદેસર ધંધા સામે કડક પગલાં લેવા માંગણી કરી હતી. કોંગ્રેસ સમિતિના આગેવાનોના જણાવ્યા મુજબ, બેફામ બુટલેગરોના કારણે યુવાનો નશાની ચપેટમાં આવી રહ્યા છે, અનેક પરિવારો