પંચમહાલ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસ દ્વારા જાંબુઘોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન જાંબુઘોડા બઝારમાં રોડ ઉપર આવેલ મદાર મોબાઈલ શોપની દુકાનમા તપાસ હાથ ધરવામાં આવી હતી,જેમાં દુકાનનો સંચાલક મોઇન મકરાણી રજીસ્ટર ન નિભાવતા હોવાનું સામે આવતા જાંબુઘોડા પોલીસ મથકે જાહેરનામા ભંગ મુજબ ગુનો નોંધવામા આવ્યો હતો.