જૂનાગઢ તાલુકાના વડાલ ગામમાં જાહેર મિલ્કતને નુકશાન અને ધમકી આપવાની ઘટના સામે આવી છે. વડાલ ગામે રહેતા અશોક હકાભાઇ કોરાટે વિઠ્ઠલભાઇ મનસુખભાઇ કાપડીયાને અશ્લીલ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ છે. તેમજ હિમાંશુ અશોકભાઇ કોરાટે વડાલ ગ્રામ પંચાયત હસ્તકના બાકડા નં. ૩ તોડી નાખી ત્રણ બાકડાની અંદાજિત કિમત રૂપિયા ૧૨ હજારની સરકારી મિલ્કતને નુકશાન પહોંચાડ્યું હોવાનું નોંધાયું છે.