ખેરગામ: ખેરગામ તોરણવેરા શાળાના બે વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે ઝળક્યાં
ખેરગામનાં ચીમનપાડા ગામે ખેલમહાકુંભ-૨૦૨૫ અંતર્ગત એથ્લેટીક્સ રમતોની સ્પર્ધા યોજાઈ હતી.જેમાં તોરણવેરા પ્રાથમિક શાળાનાં બે વિદ્યાર્થીઓ ધ્રુવ અજય ગરાસિયા (ધો.૮) ગોળાફેંક અંડર-૧૪માં પ્રથમ ક્રમે અને વંશ વિમલભાઈ ભોયા ધો.૨, ૩૦ મીટર દોડ (અંડર-૯) માં દ્વિતીય ક્રમે વિજેતા થયાં હતાં. આ બંને વિદ્યાર્થીઓ હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. તાલુકાની સ્પર્ધામાં વિજેતા થવા બદલ શાળા પરિવાર અને ગામના સરપંચ તરફથી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા