ગોધરા તાલુકાના ચરારી પેટે ભમરાના મુવાડા ગામે જમીનના પૈસાની લેતીદેતી મુદ્દે એક જ પરિવારના બે ઇસમો વચ્ચે મારામારીની ઘટના બની હતી. ગત 23 ડિસેમ્બરના રોજ સવારના સમયે રોહિતભાઈ ચીમનભાઈ પરમારના ઘરે મહેન્દ્રભાઈ જીતુભાઈ પરમાર આવી જમીનના પૈસાની માંગ કરી હતી. પૈસાની ચૂકવણી થઈ ગઈ હોવાનું કહેતા ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદમાં મહેન્દ્રભાઈએ અપશબ્દો બોલી ધમકી આપી લાકડીથી રોહિતભાઈના માથામાં માર માર્યો હતો. સમગ્ર મામલે રોહિતભાઈની ફરિયાદના આધારે કાંકણપુર પોલીસે ગુનો નો