ઓલપાડ: તાલુકા આરોગ્ય કચેરી ખાતે ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન કિટ્સનું વિતરણ કરતા વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલ
Olpad, Surat | Oct 10, 2025 ‘ટીબીમુક્ત ભારત’ અભિયાનને વેગ આપવા માટે વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકા આરોગ્ય કચેરી ખાતે ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન કિટ્સનું વિતરણ કરાયું હતું. આ અવસરે મંત્રીશ્રીએ કહ્યું કે, ટીબીના દર્દીઓએ ડોકટરોના જણાવ્યા મુજબ નિયમિત દવાઓ લેવી જોઈએ.