દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં નેશનલ હાઈવે પર સોમવાર વહેલી સવારે થયેલા માર્ગ અકસ્માતમાં બે મજૂરોના કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે વાહનચાલક સહિત પાંચ લોકોને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે દાહોદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લાના ફાતેમાનગર વિસ્તારના ઇરફાન યુસુફ શેખ પોતાની બોલેરો પિકઅપ ડાલા ગાડી નં. MH 01 CR 6650 લઈને મજૂરી