ધોળકા ખાતે ઉત્તરાયણ બાદ પતંગની જીવલેણ દોરી એકત્ર કરવાનું અભિયાન ભાલ નેચર કેર ફાઉન્ડેશન ધોળકા દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. વિવિધ સ્કૂલોના વિદ્યાર્થી ભાઈ - બહેનોએ પતંગની દોરી એકઠી કરી હતી. તેને આજરોજ તા. 28/01/2026 ના રોજ સવારે 11 વાગે બી. પી. દાવડા સરસ્વતી વિદ્યાલય ખાતે સળગાવી નાશ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ રસિકભાઈ રાઠોડ દ્વારા પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા.