વઢવાણ: ખોડુ ગામના માલધારીએ પોતાના પશુધન લઈ અનોખી રીતે ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચી વિરોધ વ્યક્ત કર્યો
ખોડુ ગામના માલધારી લોકોએ ગૌચર જમીન ખુલ્લી કરવા મામલે અને એક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં તેઓના પ્રશ્નોનું નિરાકરણના આવતા માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો હતો આજે સવારે ગ્રામ પંચાયત કચેરી ખાતે પોતાના પશુધન લઈ અને ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચી અનોખી રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો તો ગૌચર જમીન ખુલ્લી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી