થરાદ: વાવના બાલુત્રી ગામમાં જળબંબાકાર,થરાદ પ્રાન્ત કચેરી આવેદનપત્ર આપ્યું
બાલોત્રીના ખેડૂતોના જણાવ્યા અનુસાર, છેલ્લા એક અઠવાડિયાથી તેઓ પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. કારેલી, સાબા, રાબડી પાદર અને હરિપરા સહિતના આસપાસના તમામ ગામોનું પાણી બાલુંદરીમાં એકત્રિત થઈ રહ્યું છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મોટર વડે પાણી બહાર કાઢવાનું સૂચન કરવામાં આવ્યું છે. જોકે, ગ્રામજનોના કહેવા મુજબ મોટરથી પાણી કાઢવાના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા છે. જેટલું પાણી બહાર કાઢવામાં આવે છે તેટલું જ પાણી ફરીથી ભરાઈ જાય છે.