રાજકોટ: માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની આવક શરૂ,1400 થી વધુ વાહનોની લાંબી કતારો, ચેરમેન સહિતના સ્ટાફ દ્વારા ઉતરાઇની વ્યવસ્થા
આજે સવારે આઠ વાગ્યાથી માર્કેટિંગ યાર્ડમાં 1400 થી વધુ વાહનોમાં વિવિધ જણસીઓની આવક શરૂ થઈ હતી. જેમાં, કપાસ, તલ, સીંગદાણા, મગ,ઘઉ સહિતની જણસીઓની આવક થઈ હતી. આ તમામ જણસીઓની ઉતરાઇની વ્યવસ્થા માર્કેટિંગ યાર્ડના ચેરમેન, વાઇસ ચેરમેન સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.