કેશોદ ખાતે આહિર યુવામંચ દ્વારા જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના આહિર સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બદલાતા સમયને અનુરૂપ સમાજમાં સુધારા લાવવાના હેતુથી યોજાયેલી આ બેઠકમાં લગ્નપ્રસંગોમાં થતી દેખાદેખી અને બિનજરૂરી ખર્ચ ઘટાડવા અંગે સર્વાનુમતે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.