પારડી: પારડી પાલિકા ભાજપના સભ્યો વચ્ચે વિવાદો ઉગ્ર, વિકાસકાર્યોથી વધુ રાજકીય ગરમાવો
Pardi, Valsad | Oct 6, 2025 પારડી નગર પાલિકામાં છેલ્લા કેટલાક દિવસોથી આંતરિક વિવાદો ઉગ્ર બનતા શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા છે. બે વર્ષ સુધી વહીવટદારના શાસન બાદ પાલિકાની ચૂંટણીમાં ભાજપે સત્તા સંભાળી હતી, પરંતુ હાલ માત્ર 8-9 મહિના બાદ જ ભાજપના કેટલાક કોર્પોરેટરો વચ્ચે મતભેદ અને તણાવની સ્થિતિ ઊભી થઈ છે.