ઝઘડિયા: GIDC પોલીસની સરાહનીય કામગીરી મંત્રીના આદેશથી ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક અપાઈ મદદ.
મંત્રી એ તેમના પેટ્રોલિંગમાં રહેલી પોલીસ વાન દ્વારા ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાનો આદેશ આપ્યો હતો.આદેશ મળતાની સાથે જ, ઝઘડિયા GIDC પોલીસ સ્ટેશનના જવાના - રાકેશભાઈ અને નરેન્દ્રભાઈ - તુરંત જ ઇજાગ્રસ્ત મહિલાને પોલીસ વાનમાં બેસાડીને ઉમલ્લા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડી હતી.મંત્રી નરેશ પટેલની સંવેદનશીલતા અને ઝઘડિયા GIDC પોલીસની આ ત્વરિત અને માનવીય કામગીરી ખરેખર ઉત્કૃષ્ટ છે.