વડોદરા: વોર્ડ 8માં સમાવિષ્ટ સર્વેશ્વર ફ્લેટમાં સ્માર્ટ વીજ મીટર લગાવતા રહીશોનો વિરોધ,આંદોલનની ચીમકી ઉચ્ચારી
વડોદરા : મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 8માં સમાવિષ્ટ સર્વેશ્વર ફ્લેટમાં સ્માર્ટ મીટરને લઈને સ્થાનિક લોકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા માટે પહોંચતા જ સ્થાનિક લોકો સાથે શાબ્દિક ટપાટપી થઈ હતી.જોકે સ્થાનિક લોકોએ કામગીરી અટકાવી જો અહીં સ્માર્ટ મીટર લગાવવામાં આવશેતો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.