વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારની ઘટના હાલ શહેરમાં ચર્ચાનો વિષય બની છે.ઓવરફ્લાય બ્રિજની નીચે ફ્રિડમ પાર્ક સર્કલ પાસે મારામારી ઘટના ઘટી હતી.જાહેરમાં બે યુવાનો મારામારી કરતા હોય તે કેમેરામા કેદ થયું છે.આ ઘટના બની ત્યારે નજીકમાં ઊભેલા સિકયુરિટી ગાર્ડ પણ તમાશો જોતા નજરે ચડ્યા હતા.બંને તોફાની યુવાનો નશાની હાલતમાં હોવાની ચર્ચા છે.જાહેરમાં મારામારી થતા રાહદારીઓ પણ ભયમાં મુકાયા હતા.