મોરબી માળિયા હાઈવે ઉપર પીપળીયા ચાર રસ્તા નજીક આજે વહેલી સવારે પદયાત્રીકોને એક અજાણ્યા ટ્રકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 પદયાત્રીકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ ચારેય પદયાત્રીઓ ઉત્તર ગુજરાતના દિયોદર અને કાકરેચ તાલુકાના હોવાનું જાણવા મળી રહ્યું છે.