મણિનગર: કૃષ્ણનગરમાં રિટાયર્ડ આર્મી મેને એક શખ્સ પર કર્યો હુમલો
આજે રવિવારે બપોરે 2 વાગ્યાની આસપાસ કૃષ્ણનગરમાં હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.જેમાં પોલીસે તપાસ હાથ ધરી છે.જેમાં કૃષ્ણનગરમાં તક્ષશિલા ફ્લેટમાં રિટાયર્ડ આર્મીમેને પિસ્તોલથી હુમલો કર્યો હતો.આર્મીમેનના હુમલામાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો.જોકે ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.પોલીસે CCTVના આધારે હાલ તપાસ હાથ ધરી છે.