અડાજણ: સુરતના લાલ ગેટમાં રૂપિયા 20.70 લાખના એમડી ડ્રગ્સ મામલે પોલીસે વધુ સપ્લાય પકડી પાડ્યો
Adajan, Surat | Oct 31, 2025 સુરતના લાલગેટમાં રૂપિયા 20.70 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડાયેલા મામલામાં લાલગેટ પોલીસે વધુ એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આ ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપીને પોલીસે માંગરોળ ખાતેથી ઝડપી પાડ્યો છે.લાલગેટ પોલીસે ડ્રગ્સના આ નેટવર્કના મુખ્ય આરોપી ગેમ્બલર ઇરફાન ઉર્ફે ચીનો ઇલ્યાસ મકરાણીને માંગરોળ ખાતેથી પકડી પાડ્યો છે. આરોપી ઇરફાન સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો અને અગાઉ પકડાયેલા ત્રણેય આરોપીઓને મેફેડ્રોન ડ્રગ્સ વેચવા માટે તેણે જ આપ્યું હતું.