કાલોલ: વેજલપુરની એસ.આર.દવે કન્યા વિદ્યાલય ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી
પંચમહાલ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત કાલોલ તાલુકાના વેજલપુરમાં આવેલ શ્રીમતી એસ.આર.દવે કન્યા વિદ્યાલય ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીકરીઓને સ્વરક્ષા (સેલ્ફ-ડિફેન્સ) કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહિલાલક્ષી વિવિધ કાયદાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી જેથી તેઓ પોતાના અધિકારોથી વાકેફ થઈ શકે.