દસાડા: પાટડી નવા દરવાજા પાસે ચા ની સ્ટોલ ના બીજી વખત તાળાં તૂટ્યાની ઘટના બની : પોલીસ મથકના 200 મીટરના અંતરમાં જ થઈ ચોરી
પાટડી ખાતે તાલુકા પંચાયત બહાર આવેલ એક ટી સ્ટોલ ધારકને ત્યાં ફરી બીજી વખત તાળા તૂટવાની ઘટના બની જેમાં સાત મહિના પહેલા પણ તેઓનો સ્ટોલનું તાળું તોડી અને ગેસના બાટલા સહિત રોકડ રકમ ની ચોરી કરવાની ઘટના બની હતી જે બાદ સોમવારની રાત્રે ફરી સ્ટોલનું તાળું તોડી અને રોકડ રકમ અને મુદ્દામાલ સહિત રૂ.1500 ની મત્તાની ચોરી થઈ હોવાની રાવ દુકાનધારક દ્વારા ઉઠવા પામી હતી ત્યારે બીજી વખત પાટડી પોલીસ મથકની 200 મીટરની હદમાં ફરી ચોરી થતા પોલીસ તંત્ર પર સવાલો ઉઠવા પામ્યા.